Saturday, June 19, 2010

સ્મ્રુતિ શ્રાપ કે વરદાન?

આજે મને પ્રશ્ન પુછાયો : સ્મ્રુતિ શ્રાપ કે વરદાન?

સ્મ્રુતિ નુ વર્ગીકરણ કેવિ રીતે કરી શકાય? સ્મ્રુતિ નુ શ્રુજન ન કરી શકાય. એ તો સબન્ધો ની બનાવેલી છૂપા કેમેરા મા અન્કબન્ધ થયેલી એ મૂવી છે જેને તમે જ્યારે જુઓ ત્યારે ફક્ત તમારા માટે જ અન્ગત રીતે વગાડો. જ્યારે પ્રસન્ગો ભુતકાળ નુ સ્વરૂપ લે ત્યારે એ સ્મ્રુતિ બની જાય. જ્યારે તમે સ્મ્રુતિ માં જીવો અને એને લેખે વર્તમાન ને અસ્વિકારો તો એ શ્રાપ છે. સ્મ્રુતિ જ્યારે વર્તમાન ને સકરાત્મક રીતે ઘડ્વામાં મદદ કરે ત્યારે એ વરદાન. આમાં સ્મ્રુતિ શ્રાપ કે વરદાન નથી આપણે કેવું પ્રુથકરણ કરીએ એજ સુખ કે દુખ નુ કારણ છે.